413
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 13 એપ્રિલ 2021.
મંગળવાર.
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેના લેટેસ્ટ ફોટોશૂટને લઇને સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. સારાએ જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે. તેનું બ્લાઉઝ ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે.


તસવીરોમાં સારા ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે અને જબરદસ્ત અંદાજમાં બેક ફ્લોન્ટ કરી રહી છે. લાઈટ પિન્ક કલરના લહેંગા સાથે સારા અલી ખાને બેકલેસ બ્લાઉઝ પહેર્યો છે અને તે બેક દેખાઈ તે રીતે પોઝ આપી રહી છે.

સારા અલી ખાનની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘અતરંગી રે’માં જોવા મળશે. જેમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ પણ જોવા મળશે, સારા અલી ખાન છેલ્લી વખત કુલી નંબર 1 માં જોવા મળી હતી.

You Might Be Interested In
