ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 એપ્રિલ 2021
મંગળવાર
કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાને કારણે હવે દરેક પ્રકારની વૈદકીય સુવિધા ઓછી પડી રહી છે. આ પરિસ્થિતિમાં અને પ્રશાસનિક વિભાગોએ કાળી પીળી ટેક્સી ને એમ્બ્યુલન્સ તરીકે વાપરવાની શરૂ કરી છે. તેમાં પણ ખાસ કરીને Maruti Omni ને એમ્બ્યુલન્સ તરીકે વાપરવામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. હોસ્પિટલ તેમજ પાલિકા સાથે જોડાયેલા લોકો આ ટેક્સીમાં ડ્રાઈવર ની પાસે અત્યાવશ્યક સેવા નું પાટિયું મારી દે છે અને તેનો ઉપયોગ વૈદકીય તેમજ એડમિનિસ્ટ્રેટિવ કામમાં કરે છે.
દવા લાવવા લઈ જવા, માસ્ક લાવવા લઈ જવા, સ્પ્રે કરવા, એકથી બીજી જગ્યા પર મહત્વપૂર્ણ સામાન પહોંચાડવા. તેમજ અનેક વખત તો ઇમર્જન્સીમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે Maruti Omni નો ઉપયોગ થઈ રહ્યો છે. પાલિકાના ઝડપી પગલાને કારણે ટેક્સી ચલાવનાર લોકો ખુશ છે.