ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
સરકાર 15 દિવસનું લોકડાઉન લગાડે તેવી શક્યતા વધુ છે. જો કે આ સંદર્ભે મતમતાંતર છે. કેટલાક એરપોર્ટ નું કહેવું છે કે લોકડાઉન માત્ર સાત દિવસનું હોઈ શકે છે. જો કે મહારાષ્ટ્ર સરકારે એવું ઈચ્છે છે કે લોકડાઉન પહેલા રાજ્યના નાગરિકો લોકડાઉન ની તૈયારીઓ કરી લે. તેમજ આ લોકડાઉન દરમિયાન સામાન્ય નાગરિકોને તકલીફ ન થાય તે માટેની તકેદારી લેવામાં આવે.
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર વાસીઓનો ગુડી પડવો નહીં બગાડે. પણ લોકડાઉન પાક્કું છે…
૧. દૈનિક ધોરણે કામ કરનાર તેમજ ભૂખ્યાઓને રોજ ભોજન મળી રહે તે માટે કોમ્યુનિટી કિચન ની વ્યવસ્થા થઈ રહી છે
૨. વેપારીઓ સાથે ચર્ચા કરીને તેમને લોકડાઉનમાં સહયોગ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે
૩. લોકડાઉન દરમિયાન વૈદકીય સુવિધાઓમાં શું બદલાવ કરવા? તેમજ રાજ્યને જે વસ્તુઓની જરૂર પડે છે તે વસ્તુઓ ક્યાંથી મેળવવી તેની તૈયારી ચાલુ છે.
૪. લોકડાઉન દરમિયાન જીવન આવશ્યક ચીજ વસ્તુનો પુરવઠો ન ખોરવાય તે માટે લાઇન ઓફ એક્શન ના પ્લાન બનાવવામાં આવી રહ્યા છે
૫. અલગ-અલગ વિભાગો અને અલગ-અલગ સેક્ટર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર બનાવવામાં આવી રહ્યું છે.
૬. સરકાર એવો વિચાર પણ કરી રહ્યું છે કે આખા રાજ્યમાં લોકડાઉન લગાડવાની સાથે શું અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ કાયદો લાગુ પાડી શકાય?
૭. પ્રાથમિક જાણકારી મુજબ આરોગ્ય સેવાઓને તૈયાર થવા માટે 15 દિવસ ના એટેન્શન ની જરૂર છે.
૮. મિટિંગોનો દોર હજી 24 કલાક સુધી ચાલુ રહે તેવું લાગે છે.
આમ લોકડાઉન ની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે પરંતુ સરકાર લોકડાઉનની તૈયારીઓ પર વધુ જોર આપી રહી છે.