ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
કોરોના ની સારવાર સાથે જોડાયેલા લોકોએ ઉપકરણોનો નિકાલ કઈ રીતે કરવો તે સંદર્ભે એક ગાઈડ લાઈન આપવામાં આવેલ છે. આ ગાઇડલાઇન આપવા પાછળનો હેતુ એ છે કે દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોને કારણે જે જે વિષાણુ સરફેસ પર ચોંટ્યા હોય તેને કારણે બીજા લોકોને ચેપ ન લાગે.
જોકે કાંદિવલી પશ્ચિમ માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં દાહણુકરવાડી ખાતે કોરોના ગ્રસ્ત દર્દીઓ નો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ અંતિમ સંસ્કાર કર્યા બાદ અંતિમવિધિ સાથે જોડાયેલા લોકો પીપીઇ કીટ સહિતની અન્ય વસ્તુઓ સિધી પોઇસર નદી માં ઠાલવે છે. આ ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. હવે આ સંદર્ભે પ્રશાસન એ પગલાં લીધા છે અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.
જોકે સરકારના બધા પગલા ત્યારે લેવાયા છે જ્યારે લોકોએ ફરિયાદ કરી અને મામલો પ્રકાશમાં આવ્યો.