ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, 10 એપ્રિલ 2021.
શનિવાર
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક સમાપ્ત થઈ ચૂકી છે. આ બેઠકમાં તમામ દળના પ્રમુખ નેતાઓ સામેલ રહ્યા હતા. બેઠક દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આવનાર દિવસો આવ્યા છે અને તેથી કોરોના ની ચેન તોડવા માટે lockdown અનિવાર્ય છે. મુખ્ય સચિવ સીતારામ કુંટે એ જણાવ્યું કે જો તત્કાળ બે કે ત્રણ અઠવાડિયા નું lockdown નહીં લગાડવામાં આવે તો 15 એપ્રિલ પછી પરિસ્થિતિ હાથમાં નહીં રહે.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે આ પ્રકારનું lockdown લોકોને પાલવે તેમ નથી. આ ઉપરાંત lockdown નો અમલ નહીં કરે. સાથે જ માગણી મૂકી હતી કે લોકોને lockdown ને બદલે કોઈ સવલત આપવામાં આવે. જો કે આ સંદર્ભે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોઈ આશ્વાસન આપ્યું નથી.
સર્વ દળની બેઠક સમાપ્ત થઇ ગયા બાદ હવે કોરોના ટાસ્ક ફોર્સની બેઠકમાં આ મુદ્દે અંતિમ ફેંસલો લેવામાં આવશે. આ બેઠક આવતીકાલે એટલે કે રવિવારે થવાની છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જે રીતે વાત કરી તેનાથી એવું લાગી રહ્યું છે કે lockdown આવશે.