ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
કુંભમેળામાં ખોવાઈ ગયેલી વ્યક્તિ વર્ષો પછી પોતાના કુટુંબને મળે એવી ઘટના ફિલ્મમાં જોવા મળતી હતી. હવે આવી જ એક ઘટના હકીકતે બની છે. હરિદ્વારમાં ૨૦૧૬ના અર્ધકુંભ મેળામાં ખોવાયેલી એક મહિલા હવે પાંચ વર્ષે પોતાના કુટુંબ સુધી પહોંચી છે.
કૃષ્ણા દેવી નામની આ વૃદ્ધ મહિલા ૨૦૧૬માં મથુરા, વૃંદાવન, અયોધ્યા, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ અને હરિદ્વારના અર્ધકુંભ મેળામાં યાત્રાએ પોતાના પરિવાર સાથે આવી હતી. મહિલા મેળામાં પોતાના પરિવારથી છૂટી પડી ગઈ હતી. પરિવારે ખૂબ શોધ્યા પછી પણ મહિલા મળી ન હતી. તેથી પરિવારે ઉદયપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કોરોના ઇફેક્ટ : વારાણસીના આ સુપ્રસિદ્ધ મંદિરમાં દર્શન ઉપર પાબંધી.
પરિવારે કૃષ્ણા દેવીને પાછા મળવાની આશા આખરે છોડી દીધી હતી, પરંતુ એક દિવસ અચાનક ઉત્તરાખંડે પોલીસે મહિલા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. હાલમાં હરિદ્વારમાં કુંભમેળાની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં ઋષિકેશના ત્રિવેણી ઘાટ પરથી ઉતરાંખંડ પોલીસને કૃષ્ણા દેવી મળ્યા હતા. પૂછપરછમાં મહિલાએ પોતાનું નામ અને સરનામું આપ્યું ત્યાર બાદ પોલીસે પરિવારનો સંપર્ક સાધ્યો હતો. કૃષ્ણા દેવીની ઘરવાપસીથી પરિવાર ખૂબ આનંદિત છે.
