ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
હાલ સર્વે કોઈ સવાલ પૂછી રહ્યા છે કે સોમવારથી દુકાનો ખુલશે કે નહીં? આ સંદર્ભે સ્પષ્ટતા કરવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. આ પરિપત્ર પૂરેપૂરી ચોખવટ કરી છે કે શું ખુલ્લું રહી શકશે અને શું નહીં રહી શકે. તમે જાતે વાંચી લો.
૧. ડી માર્ટ, બિગ બજાર અને રિલાયન્સ જેવા સુપરમાર્કેટ ખુલ્લા રહી શકશે?
જવાબ – જે વ્યાપારી વ્યવસ્થાપન સરકારના આદેશના અનુસંધાને (આદેશ ચોથી અને પાંચમી એપ્રિલે આપવામાં આવ્યો છે) કામ કરશે તેને ખોલવાનો અધિકાર છે. પરંતુ જો તે વ્યવસ્થાપનમાં નોન એસેન્શિયલ એટલે કે મહત્વપૂર્ણ નહીં એવી વસ્તુઓ વેચાતી હોય તો તે સેક્શન બંધ રાખવા પડશે.
૨. શનિવારે અને રવિવારે શું ચાલુ રહેશે ?
જવાબ – શનિવારે અને રવિવારે માત્ર એસેન્સિયલ વસ્તુઓ છોડીને બાકી તમામ વસ્તુ બંધ રહેશે.
૩. શું એપીએમસી માર્કેટ ચાલુ રહેશે?
જવાબ – હા, એપીએમસી માર્કેટ ચાલુ રહેશે પરંતુ તેણે કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરવું પડશે
૪. શું બિલ્ડીંગ, કન્સ્ટ્રકશન મટેરીયલ વેચનાર દુકાનો ચાલુ રહી શકશે?
જવાબ – ના નહીં રહી શકે
૫. શું ગેરેજ ચાલુ રહી શકે? અને તેનો સામાન વેચતી દુકાનો?
જવાબ – ગેરેજ ચાલુ રહી શકે છે પરંતુ તેની સાથે જોડાયેલી દુકાન બંધ રહેશે.
૬. કેન્દ્ર સરકારના એકમ ચાલુ રહેશે?
જવાબ – ના કેન્દ્ર સરકારના તે એકમો બંધ રહેશે જે અતિ આવશ્યક કામમાં નથી. જો કે આ સંદર્ભે તેના નિર્ણયો કેન્દ્ર સરકાર કરશે
૭. શુ શરાબ ખરીદી શકાશે?
જવાબ – હા શરાબ ખરીદી શકાશે. પરંતુ માત્ર પાર્સલ કરીને.
૮. શું દારૂની દુકાન ખૂલી રહી શકે?
જવાબ – ના દારૂની દુકાન ખુલ્લી ના રહી શકે.
૯. શું ઢાબા ખુલ્લા રહી શકે ?
જવાબ – હા ઢાબા ખુલ્લા રહી શકે પરંતુ તેમણે માત્ર પાર્સલ આપવાનું રહેશે તેમજ કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરવું પડશે.
૧૦. શું ઈલેક્ટ્રીક સામાન વેચતી દુકાનો ખુલ્લી રહી શકે?
જવાબ – ન રહી શકે
૧૧. શું ટેલિકોમ સામાન વેચતી દુકાનો ખુલ્લી રહી શકે?
જવાબ – ન રહી શકે
૧૨. શું આપલે સરકાર સેવા કેન્દ્રો ખુલ્લા રહી શકે?
જવાબ – હા તે સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લા રહી શકે
૧૩. શું સપ્તાહના અંતિમ દિવસોમાં પણ હોટલવાળા પાર્સલ આપી શકે?
જવાબ – સામાન્ય દિવસોમાં રેસ્ટોરન્ટ પાર્સલ આપી શકે છે પરંતુ સપ્તાહના અંતિમ દિવસે તેઓ આ કામ નહીં કરી શકે. જોકે ઓનલાઇન એપ્લીકેશન થી મંગાવેલા ખાવાના ને ડીલેવરી ની છૂટ છે. આ ઉપરાંત તે તમામ રેસ્ટોરન્ટ એ કોઈ ગાઇડલાઇન નું પાલન કરવું પડશે અને દૂષિત ક્ષેત્રમાં તેઓ ભોજન નહીં આપી શકે.
મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં એમ પી એસ સી ની પરીક્ષા પાછળ ઠેલવવામાં આવી. હવે દસમા અને બારમા નો વારો?