ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 9 એપ્રિલ 2021.
શુક્રવાર.
કોરોના મહામારી ને છોડીને એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થવાની શક્યતાઓ વધી ગઈ છે.
અમેરિકી સરકાર તરફથી લગાડવામાં આવેલા પ્રતિબંધ પછી વર્ષ 2019 ના મધ્યથી ભારતને ઇરાન તરફથી મળતા કાચા તેલ ની આયાત બંધ કરવામાં આવી હતી. ત્યારે ભારત કાચા તેલની જરૂરિયાત પૂરી પાડવા માટે સાઉદી અરબ સિવાય બીજા વિકલ્પો પર વિચાર વિમર્શ કરી રહ્યું હતું. પરંતુ હવે અમેરિકા તરફથી લગાવવામાં આવેલો પ્રતિબંધ હટી જવાથી ભારત ઇરાન પાસેથી કાચું તેલ ખરીદવાની શરૂઆત કરશે.'ઈરાન પરમાણુ કરાર' ને ફરીથી કાર્યરત કરવા અમેરિકા અને દુનિયાના બીજા દેશોની વિએનામાં બેઠક થઈ રહી છે.
અરે મહારાષ્ટ્ર છોડો. આખા દેશમાં માત્ર 5.5 દિવસ ચાલે એટલો વેક્સિનનો સ્ટોક બચ્યો.
ભારત સરકારના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અમેરિકા તરફથી પ્રતિબંધ હટી જવાથી ઈરાન પાસેથી તેલ આયાત કરવાનો અમે વિચાર કરી રહ્યા છીએ. ભારતીય રિફાઇનરી કંપનીઓએ એ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ઈરાન પાસેથી તેલ આયાત થતા જ ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થઇ શકે છે. આર્થિક વર્ષ 2020-21મા ભારતને સૌથી વધારે તેલ પૂરુ પાડનાર દેશમાં ઈરાક સૌથી મોખરે હતું. ત્યારબાદ સાઉદી અરબ,સંયુક્ત આરબ અમીરાત, નાઇજીરીયા જ્યારે અમેરિકા પાંચમા ક્રમે હતું.