ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 7 એપ્રિલ 2021.
બુધવાર.
મહારાષ્ટ્ર રાજ્યમાં વધતા જતા કોરોનાના પ્રકોપ ને લીધે પરિસ્થિતિ વધુ વકરતી જાય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે.પરંતુ એનાથી પણ વધુ ચિંતાજનક સમાચાર એ છે કે, રાજ્યમાં વેક્સિનના પૂરતા ડોઝ ઉપલબ્ધ નથી.
મહારાષ્ટ્ર રાજ્યના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેના જણાવ્યા મુજબ, રાજ્યના અનેક વેક્સીનેશન સેન્ટર પર પુરતા પ્રમાણમાં ડોઝ ઉપલબ્ધ નથી. તેથી લોકોને રસી વિના પરત મોકલવા પડે છે. રાજ્યમાં હાલ 14 લાખ વેક્સિન ના ડોઝ છે જે આગામી ત્રણ દિવસમાં ખતમ થઇ જશે. કેન્દ્ર સરકાર તરફથી વેક્સિનેશન નો સપ્લાય ધીમી ગતિએ થઈ રહ્યો છે.
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે પણ આ વાત પર ખુલાસો કરતા કહ્યું કે, મુંબઈમાં માત્ર ત્રણ દિવસ ચાલે એટલી જ વેક્સિન બચી છે.મુંબઈમાં હાલ કોવિડશિલ્ડ અને કોવેક્સિન બંનેના મળીને માત્ર એક લાખ ૮૫ હજાર ડોઝ બચ્યા છે. મુંબઈમાં હાલ 108 વેક્સીનેશન સેન્ટર છે અને રોજના 50 હજાર લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવે છે. આજ કારણ છે કે,આગામી બે-ત્રણ દિવસમાં વેક્સિનની અછત સર્જાઈ શકે છે. જ્યારે મુંબઈને મળનારી વેક્સિનનો વારો 15 એપ્રિલ બાદ આવશે.
કોરોના ટેસ્ટિંગ સંદર્ભે હવે નવી ગાઇડલાઇન બહાર પડી : આ છે નિયમ
ઉલ્લેખનીય છે કે,કેન્દ્ર સરકારે આ આરોપને પાયા વિહોણો ગણાવીને નકારી કાઢ્યો છે.કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રી ના જણાવ્યા મુજબ,મહારાષ્ટ્રમાં અત્યાર સુધી એક કરોડ 6 લાખ 19હજાર190 વેક્સિન ના ડોઝ આપવામાં આવ્યા છે.જ્યારે બીજા 7 લાખ 43 હજાર 280 ડોઝ પાઇપલાઇનમાં છે જે વહેલામાં વહેલી તકે રાજ્યને પહોંચાડવામાં આવશે.
