પહેલા શરદ પવારનું નાક કપાયું, હવે ઉદ્ધવ ઠાકરેનુ કપાશે. જાણો સુપ્રીમ કોર્ટમાં શું ચાલી રહ્યું છે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 6 એપ્રિલ 2021

મંગળવાર

શરદ પવારનું બોમ્બે હાઈકોર્ટમાં વેંત ભરીને નાક કપાયું છે. હવે તે સવળું કરવા માટે ભૂતપૂર્વ ગૃહમંત્રી સુપ્રીમ કોર્ટ ગયા છે. આગામી 15 દિવસમાં CBI પોતાની પ્રાથમિક તપાસ પુરી કરી નાખશે. ત્યારે ભૂતપૂર્વ ગૃહમંત્રી એ સુપ્રીમ કોર્ટમાં રાવ મૂકી છે કે તેમની એપ્લિકેશન પર તત્કાળ સુનાવણી કરવામાં આવે.

બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેથી તેઓ ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ને બચાવી શકે. આ બંને એપ્લિકેશન સુપ્રીમ કોર્ટ સાંભળે તે અગાઉ એડવોકેટ જયશ્રી પાટીલે કેવિયેટ દાખલ કરી દીધી છે. એટલે તેમની સુનાવણી થતાં પહેલાં જયશ્રી પાટીલ ની વાત સુપ્રીમ કોર્ટે સાંભળવી પડશે.

આ મામલામાં અત્યાર સુધી શરદ પવારનું નાક કપાયું હતું પરંતુ જે રીતના કાયદેસરના દાવપેચ ચાલી રહ્યા છે તેમાં જો આગામી 15 દિવસમાં અનિલ દેશમુખને રાહત ન મળી તો સીબીઆઈએ પોતાની પ્રાથમિક તપાસમાં તેમના નામનો ઉલ્લેખ કરી નાખશે. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે જે અરજી દાખલ કરી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવશે. આ પરિસ્થિતિમાં ઠાકરે સરકારનું પણ વેંત ભરીને નાક કપાશે.

દેવેન્દ્ર ફડનવીસે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો, કહ્યું નાના વેપારીઓને સવલત આપો.

આમ સુપ્રીમ કોર્ટમાં સરકારની સાથે ઉદ્ધવ ઠાકરે નું નાક કપાવવાનું લગભગ પાકું જ છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *