ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
સરકારે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે લોકલ ટ્રેનમાં માત્ર એટલા લોકોને એન્ટ્રી આપવામાં આવશે જેટલા લોકો ટ્રેનમાં બેસી શકે. પરંતુ આજે સવારે ઇન્ટરનેટ પર જે તસવીરો વાયરલ થઇ છે તેને કારણે સરકારની યોજનાનું સુરસુરિયું થઇ ગયું છે તે સ્પષ્ટ પણે દેખાય છે. લોકોએ લોકડાઉન ના નિયમો નેવે મૂકીને લોકલ ટ્રેનમાં સફર કરી છે.
ભૂષણ નામના વ્યક્તિએ આજે 08:42 મિનિટે કલ્યાણથી સીએસટી જઈ રહેલી સેમી ફાસ્ટ લોકલ ટ્રેનની અંદર ના ફોટોગ્રાફ સાથે રેલવે પ્રશાસનને ફરિયાદ કરી છે. પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું કે લોકલ ટ્રેનમાં અપરંપાર ભીડ છે. પોલીસ અને તમામ વિભાગ કોઈ પગલાં નથી લઈ રહ્યાં.
મુંબઈ અને આસપાસના વિસ્તારમાં 1 લાખ વીજળીના જોડાણ કપાયાં. પણ શા માટે? જાણો અહીં.
રેલવે પ્રશાસને આ બાબતે દખલ આપવાની બાંહેધરી આપી છે.
પરંતુ આ તસવીરો થી એક વાત સ્પષ્ટ થાય છે કે લોકડાઉનનું પાલન થયું નથી.