બોમ્બે હાઈ કોર્ટ તરફથી ગૃહ મંત્રી સંદર્ભે સીબીઆઈને તપાસ કરવાની મંજૂરી મળતાંની સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પછી શરદ પવાર, અજિત પવાર અને ગૃહમંત્રી અને દેશમાં વચ્ચે નેપિયન સી રોડ ખાતે પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક પર બંધબારણે બેઠક થઈ.
એવું માનવામાં આવી રહ્યું છે કે હવે ગૃહ મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે. જો એવું નહીં કરવામાં આવે અને સીબીઆઈ પાક્કા પુરાવા ઓ સામે લઈને આવશે તો ઠાકરે સરકાર ઘણી મોટી મુસીબતમાં મુકાશે.
બીજી તરફ વિપક્ષ પોતાની વ્યૂહરચના ઘડી કાઢી છે. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસે આજે પત્રકાર પરિષદને સંબોધિત કરીને મુખ્યમંત્રીને અનેક સવાલો પૂછ્યા હતા તેમ જ ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરી હતી.
આમ મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. કોઈપણ નેતા અત્યારે બોલવા માટે તૈયાર નથી. આથી લાગી રહ્યું છે કે લોકડાઉન ના સમયગાળામાં ઉદ્ધવ ઠાકરે એ કોઈ મોટું પગલું ભરવું પડશે.
