ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
શનિવારે બિજાપુર જિલ્લા ના ટેકુલગુડમ ગામ માં પોલીસ અને નક્સલવાદી ઓ વચ્ચે થયેલી અથડામણ મા 22 જવાનો શહિદ થયા હતા. નકસલ કમાન્ડર હિડમા એ યુ શેપ થી ઘેરી ને સુરક્ષાકર્મીઓ ને માર્યા હતા. સાડાચાર કલાક સુધી ચાલેલી આ મુઠભેડ માં 30 જવાનો ઘાયલ પણ થયા છે .એક સુરક્ષાકર્મી રાકેશ્વર મિસિંગ હતો, પરંતુ હવે આવેલી જાણકારી મુજબ નક્સલ કમાન્ડર હિડમા એ તેને પોતાના તાબા માં લીધો છે.
આ સમગ્ર ઘટના થી વ્યથિત થઈ ને આસામ માં ચૂંટણી પ્રચાર કરી રહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે નક્સલી ઘટના માં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ આપવા જગદલપૂર પહોંચ્યા છે. તેમની સાથે છત્તીસગઢ ના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ પણ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મંત્રી ભૂપેશ બધેલ સાથેઅધિકારીઓ ને મળી ને એક બેઠક યોજી છે. તે ઉપરાંત બાસગૂડા જઈ ને ત્યાંના સી આર પી એફ ના કેમ્પ માં કેન્દ્રીય સુરક્ષાબળ ના અધિકારી અને રાજ્ય પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને નક્સલીઓ નો ખાત્મો કરવાની રણનીતિ ની યોજના બનાવશે
