232
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ દક્ષિણ કોરિયાની કંપની એલજી હવે મોબાઈલ માર્કેટમાંથી એક્ઝેટ કરશે. એટલે કે આવનાર દિવસોમાં એલજી કંપનીના મોબાઈલ બજાર માં નહિ વેંચાય. ગત 6 વર્ષોથી આ કંપનીના મોબાઈલ નું ડિવિઝન સતત નુકસાન કરી રહ્યું છે. અત્યાર સુધી એલજી કંપનીના મોબાઈલ ડિવિઝને ૩૩,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. આ ઉપરાંત અમેરિકામાં આ કંપની પાસે કુલ ૧૦ ટકા બજાર હિસ્સો છે. જ્યારે કે ભારતમાં એલજી પાસે માત્ર બે ટકા બજાર હિસ્સો છે.
એપલ અને સેમસંગ સામે આ કંપની ટકી શકી નથી. પરિણામ સ્વરૂપ કંપનીએ નક્કી કર્યું છે કે તે પોતાનું મોબાઈલ ડિવિઝન બંધ કરી નાખશે.
You Might Be Interested In