ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકાએ હવે અલગ અલગ નિયમ ભંગ કરવા માટે નવા દંડની રકમ નક્કી કરી છે. આ દંડની રકમ નીચે મુજબ છે.
૧. મોલ, રેસ્ટોરન્ટ અને ગાર્ડન માં જો કોઈ પણ પ્રકારનો નિયમનો ભંગ કરવામાં આવે. એટલે કે આ તમામ જગ્યા ને બંધ રાખવાનું પ્રાવધાન છે. જો આ ખુલ્લું રહે તો તેના માલિકને પ્રતિ વ્યક્તિ એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
૨. જો કોઈ વ્યક્તિ સામાજિક કાર્યક્રમનું આયોજન કરશે તો તેને પ્રતિ વ્યક્તિ 500 રૂપિયા નો દંડ ભરવો પડશે.
૩. જો પાંચથી વધુ વ્યક્તિ એક સાથે ભેગા થશે તો 5000 રૂપિયા દંડ ભરવો પડશે. એટલે કે પ્રતિ વ્યક્તિ એક હજાર રૂપિયા.
મુંબઈવાસીઓએ ભર્યો 50 કરોડ રૂપિયાનો દંડ, પણ હજી સુધરવા તૈયાર નથી. જાણો વિગત.
૪. જો કોઈ વ્યક્તિ દરિયાકાંઠે અથવા ગાર્ડનમાં ફરવા જશે તો તે વ્યક્તિએ એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
૫. જે વ્યક્તિ માસ્ક નહીં પહેરે તેને હવે પાંચસો રૂપિયાનો દંડ ભરવો પડશે.
આમ લોકોની આદત સુધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ જોરદાર કવાયત આદરી છે અને તે માટે મોટી દંડની રકમ છે.
કોરોના એ એક ગુજરાતી તારલાને હણી લીધો. આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ એવા જાદુગરનું થયું નિધન.