ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર
મુંબઈ મહાનગરપાલિકાએ હાઉસિંગ સોસાયટી વિશે મહત્વના નિર્ણયો લીધા છે. વાત એમ છે કે હાઉસિંગ સોસાયટીઓમાં અત્યારે કુલ ૯૦ ટકા કોરોના ના કેસ છે. હાઉસિંગ સોસાયટી માં ઘૂસેલો કોરોના અત્યારે બહાર નથી નીકળી રહ્યો. આ પરિસ્થિતિમાં હવે નીચેના નિયમો નું કડકાઇથી પાલન કરવું અનિવાર્ય છે. જે કોઈ સોસાયટી માં કોરોના સંદર્ભેના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તેના સેક્રેટરી સહિત આખેઆખી કમિટી પર પોલીસ કાર્યવાહી થશે. નીચે છે નવા નિયમ…
૧. સોસાયટીના પરિસરમાં દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું પડશે.
૨. ઘરની બહાર નીકળતી વખતે તેમજ ઘરની અંદર આવતી વખતે દરેક વ્યક્તિએ સેનીટાઇઝર માસ્ક અને હાથ મોજા વાપરવા પડશે
૩. સોસાયટીમાં બે વ્યક્તિ જ્યારે વાત કરે ત્યારે તેમની વચ્ચે ન્યૂનતમ છ ફૂટનું અંતર હોવું જોઈએ.
૪. સોસાયટીના મીટીંગ રૂમનો ઉપયોગ કરવો નહીં. શક્ય બને તો તેને બંધ કરી દેવો.
૫. સોસાયટીની સાર્વજનિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો. એટલે કે રમવાના સાધનો, કડી, સ્ટોપર તેમજ અન્ય વસ્તુઓ.
૬. લિફ્ટ વાપરતી વખતે હાથમાં કાગજ રાખવો અથવા કપડું રાખવું અને તેના માધ્યમથી બટન દબાવવા.
૭. સોસાયટીમાં કામ કરનાર દરેક વ્યક્તિની શારીરિક તપાસ કરાવવી ફરજીયાત છે. દરરોજ તેઓના શરીરનું તાપમાન, ઓક્સિજન લેવલ તેમજ અન્ય વસ્તુઓ તપાસવી.
૮. વસ્તુઓ ઓનલાઇન બનાવતી વખતે તેને ઘર સુધી ન આવવા દેવી. કોમન એરિયામાં મૂકવી અને ત્યારબાદ તેને સેનેટાઇઝ કરીને ઘરે લેવી.
૯. પોતાના વાહનો ને ટાઈટ કરવા અને જ્યારે એવું લાગે કે મહાનગરપાલિકા નો સંપર્ક કરવો જરૂરી છે ત્યારે તરત કરવો.
૧૦. જે વ્યક્તિ ને કોરોના થયો હોય તે વ્યક્તિએ ઘરમાં રહેવું પડશે અને જો તે વ્યક્તિ બહાર આવી તો તેની માટે સોસાયટીની કમિટી જવાબદાર રહેશે.