ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 4 એપ્રિલ 2021
રવિવાર
આખરે મહારાષ્ટ્રમાં lockdown લાગી ગયું છે. પરંતુ આ lockdown એવું નથી જેવું અગાઉ હતું. ઘણી મોટી પાંબદીઓ લગાડવામાં આવી છે પરંતુ ઘણું બધું ખુલ્લું રહેશે. જાણો શું પાબંદી છે.
૧. શુક્રવારે સાંજે આઠ વાગ્યાથી સોમવારે સવારે સાત વાગ્યા સુધી સંપૂર્ણ lockdown રહેશે. આ દરમિયાન માત્ર ઇમર્જન્સી સર્વિસ સિવાય બધું જ બંધ રહેશે.
૨. સામાન્ય દિવસો દરમિયાન લોકલ ટ્રેન થી માંડીને ટ્રાન્સપોર્ટ સુધી તમામ સુવિધાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
૩. હોટલ બાર, રેસ્ટોરન્ટ અને પબ બાબતે પ્રતિંબધ રહેશે. જોકે પાર્સલ સેવા ચાલુ રહેશે.
૪. રોજ રાત્રે આઠથી સવારે સાત વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ રહેશે
૫. હવે આખો દિવસ ધારા ૧૪૪ લાગુ રહેશે. એટલે કે પાંચ થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે
૬. સિનેમાઘર અને ધાર્મિક સ્થળ સંપૂર્ણ રીતે બંધ
૭. સરકારી કાર્યાલય અડધી ક્ષમતા સાથે કામ કરશે જ્યારે કે ઇન્ડસ્ટ્રી ઓ પૂરી રીતે કામ કરશે.
૮. પબ્લિક ટ્રાન્સપોર્ટ હવે માત્ર 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે
૯. ઓટોરિક્ષા માત્ર બે લોકો સવાર થઈ શકશે
આ સીવાય બીજી અનેક પાબંદીઓ લાદવામાં આવી છે. ટુંક સમય માં વિસ્તાર થી ખબર પડશે.