ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 3 એપ્રિલ 2021
શનિવાર
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક સ્કોર્પિયો કાર બૉમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી સચીન વાઝેનો જીવ જોખમમાં હોવાની વાત સામે આવી છે. સચીન વાઝેને હાર્ટમાં 90% બ્લોકેજ હોવાની વાત તેની મડીકલ તપાસ થયા બાદ પ્રકાશમાં આવી છે. ગયા અઠવાડિયે જ વાઝેની તબિયત લથડતા તેને જે.જે. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
સચીન વાઝેના વકીલ આબાદ પોન્ડાએ વિશેષ અદાલતમાં વાઝે માટે તબીબી મદદની માગણી કરી હતી. અદાલતે મેડિકલ એક્સપર્ટ પાસેથી આ બાબતે રિપોર્ટ માગ્યો છે. વાઝેની રક્તવાહિનીઓ બ્લોક હોવાથી જો તેને સમયસર સારવાર ન મળે તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે વાઝેના રિમાન્ડની મુદત શનિવારે પૂર્ણ થઈ રહી હતી તેને કોર્ટે વધારી 7 એપ્રિલ સુધી લંબાવી છે. અદાલતે વાઝેના સ્વાથ્યનો વિગતવાર અને રિપોર્ટ પણ 7 તારીખે આપવા NIAને જણાવ્યું છે.