ન્યુઝ કંટીન્યૂઝ
મુંબઈ
મહારાષ્ટ્રના રાજકારણમાં કઈ ખીચડી રંધાઈ રહી છે તે સંદર્ભે ચર્ચા ગરમાગરમ છે. વાત એમ છે કે એનસીપીના સર્વેસર્વા એવા શરદ પવાર દિલ્હીથી જયપુર ગયા અને ત્યારબાદ તેઓ અમદાવાદ પહોંચી ગયા. અહીં તેમણે એક રાત મુકામ કર્યો અને ત્યારબાદ તેમણે અમિત શાહની મુલાકાત કરી. શરદ પવારની સાથે એનસીપીના નેતા પ્રફુલ પટેલ પણ સામેલ હતા.
ઉઉલ્લેખનીય છે કે શરદ પવાર આવી બેઠકો કરીને પોતાના વિરોધીઓને તેમજ સાથી પક્ષોને આશ્ચર્યચકિત કરતા હોય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરે સાથે સરકાર સ્થાપન કરતા અગાઉ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા હતા.
જોકે શરદ પવાર આ રીતે અમિત શાહને મળતા નથી. એક તરફ જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરુ બન્યું છે ત્યારે આવા પ્રકારની મીટીંગ ને કારણે મહારાષ્ટ્રમાં હવે શું થશે તે સંદર્ભે સર્વે કોઈ ચર્ચા કરી રહ્યા છે.