ન્યુઝ કંટીન્યૂઝ
મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ વરિષ્ઠ અધિકારીઓ તેમજ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અને પ્રત્યેક જિલ્લાના અધિકારીઓ સામેલ હતા.
આ બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ તમામ જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપી દીધા કે જે જિલ્લામાં તેમજ જે વિસ્તારમાં લોકો સરકારી નિર્દેશોનું પાલન નથી કરી રહ્યા ત્યાં lockdown લાગુ કરવામાં આવે. આ ઉપરાંત જે જગ્યાએ lockdown લાગુ કરવામાં કોઈ પ્રકારની અડચણ દેખાતી હોય ત્યાં lockdown સમાન ગંભીર નિર્બંધો લગાડવામાં આવે.
મુખ્યમંત્રીએ આખા રાજ્યમાં કુલ મેડિકલ ક્ષમતા કેટલી છે તેમજ પેટમાં આ ક્ષમતા સામે કેટલી વ્યવસ્થાનો ઉપયોગ થઈ ગયો છે તેની સમીક્ષા કરી હતી. મીટીંગ ના અંતે એક વાત સ્પષ્ટ થઈ હતી કે બહુ જ ટૂંકમાં પરિસ્થિતિ ગંભીર બનશે અને હાથની બહાર ચાલી જશે તેવું લાગે છે.