ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
દેશમાં કોરોના નું સંક્રમણ બેકાબૂ બની ગયું છે ત્યાં જ કોરોના ગ્રસ્ત લોકો ના સામે આવતા રોજેરોજ ના આંકડા વધારે ભય પમાડે તેવા છે.હાલમાં દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દર્દીઓની વધતી સંખ્યાએ બધા જ રેકોર્ડ તોડી દીધા છે.
જો કે દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સૌથી મોખરે છે. રાજ્યમાં ગુરુવારે 35952 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે મુંબઈ શહેરમાં એક દિવસના 5504 નવા કેસ નોંધાયા હતા. જે ખૂબ જ ચિંતાજનક છે.માટે જ કોરોના ની વધતી જતી સંખ્યાને રોકવા મહારાષ્ટ્ર સરકારે બીડ અને નાંદેડ જેવા જિલ્લામાં સંપૂર્ણ lockdown લગાડી દીધું છે.
દેશની રાજધાની દિલ્હીમાં પણ રોજેરોજ કોરોના ના નવા કેસ નોંધાય છે. ગુરુવારે દિલ્હીમાં 1515 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણને રોકવા દિલ્હી સરકારે,મેટ્રો સ્ટેશન,બસ સ્ટેશન, થિયેટર અને મોલમાં કોરોના guidelines નું પાલન કરવું અનિવાર્ય કરી દીધું છે.
