ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
રિતિક રોશનની ફિલ્મ મોહનજોદારોથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી પૂજા હેગડે હાલમાં તેના સુંદર અંદાઝને કારણે ચર્ચામાં છે.
અભિનેત્રી પૂજા હેગડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે હંમેશા પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. પૂજા હેગડેએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રીએ બ્લેક સ્વિમસૂટ પહેર્યું છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટાગ્રામ પર પૂજાના 80 લાખથી વધુ ફોલોઅર્સ છે. પૂજા હેગડે હંમેશા પોતાના સ્વિમશૂટની તસવીરો શેર કરતી રહે છે, પરંતુ ટ્રૉલર્સને આ ગમતુ નથી અને તેના પર ગંદી કૉમેન્ટો કરતા રહે છે. પૂજા જીમમાં વર્કઆઉટની પણ તસવીરો શેર કરતી રહે છે.
વર્કફ્રન્ટ ની વાત કરીએ તો પૂજા હેગડે આગામી ફિલ્મ રાધે શ્યામમાં દેખાશે. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર પ્રભાસની અપોઝિટ છે