312
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
બોલિવૂડમાં પોતાની પહેલી ફિલ્મથી ખાસ સ્થાન મેળવનાર અનન્યા પાંડે બધાની ફેવરિટ બની ગઈ છે. બહુ નાની વયે ફિલ્મમેકર કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો ફેન્સ વચ્ચે શેર કરે છે.
અનન્યા પાંડે થોડા દિવસો પહેલા માલદીવ ગઈ હતી અને ત્યાંથી તેણે પોતાના ઘણા સુંદર ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કર્યા હતા.
આ તસવીરોમાં અનન્યા પાંડે ખૂબ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. તસ્વીરોમાં અનન્યાએ પિન્ક કલરની બિકીની પહેરી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા છેલ્લા ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ 'ખાલી પીલી'માં જોવા મળી હતી. અનન્યા હવે વિજય દેવરકોંડા સાથે ફિલ્મ લાઈગરમાં જોવા મળશે. આ ફિલ્મ 9 સ્પ્ટેમ્બર 2021ના રિલીઝ થશે.
You Might Be Interested In