ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર ચાહકો સાથે ફોટોસ શેર કરતી રહે છે.
વાણી કપૂરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટા શેયર કર્યા છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ તસ્વીરોમાં વાણી કપૂરનો હોટ ન્યૂ લૂક દેખાઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર પ્રશંસકો વખાણના પુલ બાંધી રહ્યા છે.
આ તસવીરમાં વાની કપૂર ખૂબ જ હોટ સ્ટાઇલમાં જોવા મળી રહી છે. અભિનેત્રીની આ શૈલી ચાહકોમાં લોકપ્રિય બની છે. આ તસવીરમાં અભિનેત્રી પીળી બિકીની ટોપ અને વ્હાઇટ ટ્રાઉઝર પહેરેલી જોવા મળી રહી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો વાણી કપૂર ફિલ્મ બેલ બોટમમાં એક્ટર અક્ષય કુમારની સાથે નજર આવશે. આ એક થ્રિલર ફિલ્મ છે. જેને રંજીત એમ તિવારી ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ઉપરાંત વાણી ‘ચંદીગઢ કરે આશિકી’માં પણ જોવા મળશે, જ્યાં તે પહેલી વખત આયુષ્માન ખુરાના સાથે સ્કિન સ્પેસ શેર કરતી જોવા મળશે.