ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
દેશમાં કોરોનાની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે. બુધવારે 24 કલાકમાં કોરોનાના નવા 35,871 નવા કેસ નોંધાયા છે જે વિતેલા 100 દિવસમાં સૌથી વધુ છે. 2021ના વર્ષના આ સૌથી વધુ એક દિવસીય કેસ રહ્યા છે.
નવા નોંધાયેલા 35,871 માંથી 83.91% કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને કેરળ આ છ રાજ્યોમાંથી છે. ભારતમાં 2,52,364 સક્રિય કેસ છે. તે માંથી 76.4% દર્દીઓ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે જેમાં માત્ર મહારાષ્ટ્રમાં જ અંદાજે 60% દર્દીઓ છે.
રાષ્ટ્રીય સ્તરે કોરોના ના આંકડા માં વધારો થયો. જાણો નવા આંકડા…
છેલ્લા 24 કલાકમાં પંદર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એક પણ કેસ નોંધાયો નથી. આમાં આસામ, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, લક્ષદ્વીપ, સિક્કિમ, મેઘાલય, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ સામેલ છે.