ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
કાંદીવલી નો મથુરાદાસ રોડ એ શોપિંગ માટે જાણીતો છે. અહીં ફેરિયાઓની સંખ્યા ઘણી મોટી છે. જોકે અહીંના ફેરિયાઓ પણ આ ઉદ્ધત, અસંસ્કારી ભાષાનો પ્રયોગ કરનાર, ઘરાક સાથે મારામારી સુધી ઉતરી આવનાર, સ્ત્રીઓનું અપમાન કરનાર, જે દુકાન ચાલુ છે તેનો રસ્તો બ્લોક કરનાર આવા અનેક પ્રકારના ગેરકાયદેસર વર્તન માટે કુખ્યાત છે.
ગત સપ્તાહે એક ફેરિયાએ એક મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યાર બાદ મામલો વકરતા આ શાકભાજી બજાર ને બંધ કરવામાં આવ્યું હતું.
સ્થાનિક ધારાસભ્યએ વચ્ચે આવીને સમાધાન કરાવ્યું અને બજાર પાછું શરૂ થયું. પરંતુ કોરોના નો પ્રકોપ વધતાં તેમજ ફેરિયાઓની કનડગત ઓછી ન થતા આ બજાર અહીંયા બંધ કરાવવામાં આવી હતી.
પરિણામ સ્વરૂપ ફેરિયાઓ એ મથુરાદાસ રોડ પર શાકભાજી વેરી દીધા. તેમજ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું. ફેરીયાઓના વિચિત્ર વર્તન ને કારણે વાહન ચલાવનારાઓને ઘણો ત્રાસ વેઠવો પડ્યો.
