ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી ને ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા ૫૦ ટકા સુધી સીમિત કરવાનો આદેશ આપ્યો છે. આ સરકારી આદેશ ને કારણે હવે લોકલ ટ્રેનમાં દૈનિક ધોરણે સફર કરનાર યાત્રીઓની સંખ્યા ઓછી થઈ છે.
કોરોના થી પહેલા ટ્રેનમાં રોજ ૮૦ લાખ લોકો સફર કરતા હતા. કોરોના આવી ગયા બાદ દૈનિક રીતે 36 થી 37 લાખ લોકો ટ્રેનમાં સફર કરી રહ્યા હતા.
હવે સરકારે જે નવો કાયદો બનાવ્યો છે તેમજ મંત્રાલયમાં એકાંતરે દિવસે લોકોને કામ કરવા બોલાવવામાં આવ્યા છે તેના ફળ સ્વરૂપ લોકલ ટ્રેનમાં દૈનિક બે લાખ લોકોનો ઘટાડો થયો છે.
પશ્ચિમ રેલવે માં રોજ એક લાખ લોકો ઓછા આવે છે તેમજ મધ્ય રેલવેમાં પણ દૈનિક એક લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે.
અઘરા સમયમાં બે લાખ લોકોનો ઘટાડો એ નોંધપાત્ર આંકડો કહેવાય.
રાષ્ટ્રીય સ્તરે કોરોના ના આંકડા માં વધારો થયો. જાણો નવા આંકડા…