ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
દેશમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. જો કે મહારાષ્ટ્ર ઉપરાંત 10 અન્ય રાજ્યો- કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગત અઠવાડિયે સંક્રમણના મામલામાં વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષની શરૂઆતમાં દરરોજ 10 હજાર કેસ નોંધાતા હતા. તેના સ્થાને હવે દરરોજ 25 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. જે દેશમાં કોરોનાની બીજી લહેર દર્શાવે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, દિલ્હી. હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં મામલા તેજીથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ મળીને 77 ટકા સક્રિય દર્દી છે. મહારાષ્ટ્રમાં ફક્ત 58 ટકા સક્રિય દર્દી છે.
10 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ (માર્ચ1-7થી માર્ચ 8-14 ની વચ્ચે)
મહારાષ્ટ્ર- 30,029
પંજાબ- 3,149
કર્ણાટક- 1,493
ગુજરાત- 1,324
છત્તીસગઢ- 1,249
મધ્ય પ્રદેશ- 1,074
તમિલનાડુ- 1,026
હરિયાણા- 881
દિલ્હી-783
આંધ્ર પ્રદેશ- 393
આનંદો : મુંબઈ શહેરમાં હવે લોકડાઉનની શક્યતા નહીવત, જોકે સરકાર આકરા પગલાં લેવાનું ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાએ ફરી એકવાર માથુ ઉચકતા કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લીધી છે. આ જ કારણ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓની એક બેઠક બોલાવી છે. આ સમય દરમિયાન તે કોરોનાની સ્થિતિ અને રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા અંગે ચર્ચા કરશે.