ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
સીરીયલ ‘ઉત્તરણ’ માં ‘ઇચ્છા’ ની ભૂમિકા ભજવનારી ટીના દત્તા ઘણી વાર પોતાની બોલ્ડ તસવીરોના કારણે સમાચારોમાં રહે છે. ટીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં ટીનાએ સોનેરી પરીનું રૂપ ધારણ કર્યું છે, માત્ર કપડા પર જ નહિ, પરંતુ આખા બોડી પર તેણે ગોલ્ડન મેકઅપ કર્યો છે. તેના હાથમાં પરીની જેમ જાદુઈ લાકડી અને પંખ પણ નજર આવી રહ્યાં છે. જેનાથી લાગી રહ્યું છે કે, ટીના પોતાના ફેન્સની દરેક ઈચ્છા પૂરી કરવા નીકળી છે.
ટીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર તેના ગ્લેમરસ ફોટા ચાહકો સાથે શેર કરતી રહે છે.
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો ટીનાએ 5 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો. તેણે સિસ્ટર નિવેદિતા સીરિયલથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેણીને તેની વાસ્તવિક ઓળખ સીરિયલ ઉત્તરણ થી મળી. આ સિવાય સિરિયલ ચૂડેલમાં તેના અભિનયને પણ ખૂબ પસંદ આવ્યો હતો.