બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં આરીજ ખાનને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
પોલીસે આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે કથિત રીતે જોડાયેલા આરીજ ખાનને સજા આપવા અનુરોધ કર્યો હતો. કોર્ટે તેને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણ્યો છે.
આરીજ ખાન અને તેના સાથીઓએ પોલીસ અધિકારી પર ગોળી ચલાવી અને તેની હત્યા કરી હતી.