ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. શિલ્પા શેટ્ટી એ બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરી છે. શિલ્પા શેટ્ટી 45 વર્ષની ઉંમરે પણ તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તેના લાખો ફોલોઅર્સ છે અને તેના વિશે જાણવા માટે લોકો ઘણાં ઉત્સુક રહે છે.

આ તસ્વીરોમાં શિલ્પા એ બ્લેક મોનોકિની ડ્રેસ પહેર્યો છે. તસવીરોમાં શિલ્પા ખૂબ જ બોલ્ડ અને યંગ લાગી રહી છે. શિલ્પા શેટ્ટી બે બાળકોની માતા છે, પરંતુ, શિલ્પા હજી પણ જુવાન દેખાઈ રહી છે. શિલ્પા શેટ્ટી દરેક પાર્ટી કે દરેક ઈવેન્ટમાં સૌથી ડિફરન્ટ લુકમાં જોવા મળે છે. તે પોતાની ફેશન સેન્સ માટે ઈન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચીત રહે છે.

આપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી બૉલિવુડની સૌથી પરફેક્ટ અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે અને આજે પણ એટલી યંગ દેખાય છે. તે પોતાના ફેન્સને પણ ફિટનેસ માટે ઈન્સ્પાયર કરે છે.

અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી લાંબા સમય બાદ ફરી મોટા પડદા પર જોવા મળશે. શિલ્પા જલ્દી જ ‘નિક્કમા’ અને ‘હંગામા 2’મા જોવા મળશે..

