ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
તાજેતરમાં જ વાણી કપૂરે સોશિયલ મીડિયા પર કેટલીક ગ્લેમરસ ફોટો પોસ્ટ કરી છે. એમની આ ફોટો જોઈ ફેન્સ જ નહિ પરંતુ બૉલીવુડ સેલ્બ્સ પણ દીવાના થઇ ગયા છે. આલિયા ભટ્ટ અને ડાયના પેન્ટીએ વાણીના આ લુકની તારીફ કરી છે. જુઓ વાણી કપૂરની આ PHOTOS…
આ ફોટોમાં એક્ટ્રેસ વાણી કપૂર પીણા કટઆઉટ ડ્રેસમાં પોઝ કરતી જોવા મળી રહી છે. બોલિવૂડની સ્ટાઇલિશ એક્ટ્રેસ વાણી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે.
એક્ટ્રેસ વાણી કપૂર નો બોલિવૂડમાં આશરે 7 વર્ષ થઇ ગયા. આ દરમિાયન તેણે ઘણી સારી ફિલ્મો કરી છે. વાણી કપૂરે ફિલ્મ 'વોર'માં 'ધૂંધરુ' ગીત પર ડાન્સ કરી સૌને નાચવાં મજબૂર કરી દીધા હતાં.
વર્ષ 2013માં આવેલી ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સથી તેણે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતું. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતની સાથે તે નજર આવી હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર તરફથી બેસ્ટ ડેબ્યૂ નો એવોર્ડ મળ્યો હતો. આ બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ
વર્કફ્રન્ટની વાત કરીએ તો વાણી કપૂર ફિલ્મ બેલ બોટમમાં એક્ટર અક્ષય કુમારની સાથે નજર આવશે. આ એક થ્રિલર ફિલ્મ છે. જેને રંજીત એમ તિવારી ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ઉપરાંત વાણી ‘ચંદીગઢ કરે આશિકી’માં પણ જોવા મળશે, જ્યાં તે પહેલી વખત આયુષ્માન ખુરાના સાથે સ્કિન સ્પેસ શેર કરતી જોવા મળશે.