ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
મુંબઈ શહેરમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે મુંબઈમાં ફરી લોકડાઉનની અટકળો વચ્ચે સ્પષ્ટતા કરી છે કે મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કોરોનાનો પોઝિટિવિટી રેટ ફક્ત 6 ટકા છે, જે મહારાષ્ટ્રના અન્ય શહેરોની તુલનામાં એકદમ ઓછો છે. તેથી ફરી લોકડાઉન શક્યતા નથી.
જોકે, તેમણે મુંબઇકારોને ચેતવણી આપી છે કે જો લોકો કોરોનાને ગંભીરતાથી નહીં લે અને બેદરકારી દાખવશે તો ભવિષ્યમાં તેમને કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
15 દિવસ માં મહારાષ્ટ્ર માં કોરોના ના બમણા કેસ: તંત્ર એલર્ટ.
હાલમાં કોરોનાના દર્દીના કેસમાં ઉછાળો આવ્યો છે. તેનું કારણ દૈનિક પરીક્ષણમાં વધારો થવાનું પરિણામ છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગર પાલિકાએ જાન્યુઆરીમાં ૧૧ હજારથી ૧૫ હજાર પરીક્ષણોમાં નોંધપાત્ર રીતે વધારીને હાલમાં ૨૦ હજારથી વધુ કર્યું છે.