ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા તેના લુક્સને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે, હાલમાં જ તેણે કેટલીક તસવીરો શેર કરી રહી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે.
મલાઇકા અરોરા સુપરમોડલ રહી છે તે આજે પણ કાયમ બની રહે છે. બોલિવૂડની મુન્ની તરીકે જાણીતી મલાઇકા અરોરા તેનો બોલ્ડ અંદાજ અને ફિટનેસ માટે જાણીતી છે.

તસવીરોમાં મલાઇકાએ વ્હાઇટ કલરના શર્ટમાં નજરે પડી રહી છે. સાથે જ તેણે થાઇ-હાઇ શૂઝ પહેર્યા છે. મિનિમલ મેકઅપ અને ઓપન હેરમાં અભિનેત્રીએ પોતાની સુંદરતામાં વધારો કર્યો છે.

મલાઇકા અરોરો સોફા પર બેસીને જબરદસ્ત અંદાજમાં પોઝ આપી રહી છે. અભિનેત્રી આ લુકમાં ખૂબ બોલ્ડ નજરે પડી રહી છે. આ તસવીરોમાં મલાઇકાએ અમૃતા અરોરાને ટેગ કરીને આ ફોટોગ્રાફી ના વખાણ કર્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર મલાઇકા અરોરા હાલમાં પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં રહે છે. લાંબા સમયથી મલાઇકા સિલ્વર સ્ક્રિનથી ગાયબ છે પણ આમ છતાં સોશિયલ મીડિયામાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે.


