ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને ફરી એકવાર સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેના ચાહકો સાથે રોજ નવા ફોટા શેર કરતી રહે છે.
તાજેતરમાં સારાએ સોશિયલ મીડિયા પર ઓરેન્જ કલરના સ્વિમસૂટમાં તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સારા અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બિકીની લુકની તસવીરો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.
હાલ સારા આ દિવસોમાં માલદીવમાં વેકેશનની મજા માણી રહી છે. આ સુંદર બીચ પરથી સારાએ તેની ઓરેન્જ બિકિનીમાં હોટ પિક્ચર્સ શેર કરી છે જે એકદમ વાયરલ થઈ રહી છે. સારાની આ તસવીરોને અત્યાર સુધીમાં 1.4 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.
સારાના સોશિયલ મીડિયા પર 30 કરોડથી વધુ ફોલોઅર્સ છે અને આ આંકડો દરરોજ વધતો જાય છે.
આપને જણાવી દઈએ કે સારા અલી ખાને વર્ષ 2018 માં ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી અને છેલ્લે તે કુલી નંબર વન નામની ફિલ્મ વરૂણ ધવન સાથે જોવા મળી હતી.
ઉર્વશી રૌતેલાની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો. જુઓ તસવીરો..