291
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં બજેટ અધિવેશન ૧લી માર્ચ થી શરૂ થઈ ચૂક્યું છે. આવા સમયે વિધાનસભામાં પ્રવેશ કરનાર તમામ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ શનિવાર તેમજ રવિવાર એમ બે દિવસ દરમિયાન કરવામાં આવી હતી. હવે આ ટેસ્ટના પરિણામ આવી ગયા છે જે ચોંકાવનારા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ડ્યુટીમાં તહેનાત રહેલા અથવા તેમાં પ્રવેશવા ઇચ્છતા એવા 25 લોકોને કોરોના હોવાની જાણકારી બહાર આવી છે. 25 લોકો માંથી બે વ્યક્તિઓ પત્રકાર છે જ્યારે કે 23 વ્યક્તિઓ પોલીસ કર્મચારી છે. ઉલ્લેખનીય છે કે કુલ 3200 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોના સંકટ અંગે રિસર્ચ એજન્સીએ આ ખતરનાક આગાહી કરી
વિધાનસભા સત્રના પહેલા દિવસે આ જાણકારી બહાર આવવાને કારણે વિધાનસભા પરિસરમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમજ પ્રશાસન પહેલાં કરતાં વધુ સતર્ક થઈ ગયું છે.
You Might Be Interested In