ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
ફેબ્રુઆરી મહિનામાં ટિકિટ વગર મુસાફરી કરનારા લોકોની સંખ્યા ઐતિહાસિક ઊંચાઇ સપાટી પર આવી છે. વેસ્ટર્ન રેલવેમાં 16,000 લોકો વિના ટિકિટે પ્રવાસ કરતા પકડાયા છે જ્યારે કે મધ્ય રેલવેમાં 45,000 લોકો ટિકિટ વગર ટ્રાવેલ કરી રહ્યા હતા.
રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનમાં ભીડ વધતા સ્પેશિયલ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું, ત્યારે આ તમામ લોકો પકડાયા.
ખુદાબક્ષો પાસેથી કુલ મળીને એક કરોડ 44 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. વાત એમ છે કે આ તમામ લોકો પ્રતિબંધિત સમયમાં સફર કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન રેલવેનું ટિકિટ કાઉન્ટર બંધ હોય છે. આથી આ તમામ લોકો ટિકિટ લીધા વગર જ ટ્રેનમાં સફર કરી રહ્યા હતા.
રેલવે પ્રશાસનને એક વાત નો ડર સતાવી રહ્યો છે કે આટલી મોટી સંખ્યામાં જો લોકો પકડાઈ રહ્યા છે તો પકડાયા વગરના લોકો કેટલી મોટી સંખ્યામાં હશે?