ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
બોરીવલી પશ્ચિમમાં સેન્ટર રોક્સ કોલેજ ની બાજુમાં એક મેદાન આવેલું છે. આ મેદાન નાના બાળકો માટે રમત નું મેદાન છે તેમ જ અહીં નાના બાળકો ની એક્ટિવિટી માટે અલગ-અલગ સાધનો સુદ્ધા રાખવામાં આવ્યા છે. હવે આ મેદાનમાં વધુ સારી સુવિધાઓ મળી શકશે. અહીં સરકારી ખર્ચથી એક સ્કેટિંગ ની રીંગ બનાવવામાં આવી રહી છે. તેમજ એક નાની સાઇઝનું ટેનિસ કોર્ટ પણ બનાવવામાં આવશે. આ માટે નું ભૂમિ પૂજન સ્થાનિક નગરસેવિકા બીના દોશી તેમજ સ્થાનિક ધારાસભ્ય સુનિલ રાણે હાથે કરવામાં આવ્યું હતું. આ કામ ચાલુ વર્ષમાં પૂરું થઈ જશે ત્યારબાદ મેદાનમાં બાળકોને સ્કેટિંગ નું કોચિંગ સુદ્ધાં આપવામાં આવશે. આ સિવાય નાના ટેનિસ કોર્ટમાં બાળકો પ્રેક્ટિસ કરી શકશે.
આ સંદર્ભે વધુ જણાવતાં સ્થાનિક નગરસેવિકા બીના દોશી એ જણાવ્યું હતું કે યુવાનો માટે તેમજ વૃદ્ધો માટે અનેક મેદાનો આવેલાં છે પરંતુ નાની વયના બાળકો ની કેળવણી માટે મેદાનોની કમી છે. આથી બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમે આ મેદાન ને રી ડેવલોપ કરી રહ્યા છીએ.