ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્રમાં કોરોના ને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે એક ટાસ્ક ફોર્સ બનાવી છે. આ ટાસ્ક ફોર્સ માં અત્યંત મહત્વના વ્યક્તિઓ નો સમાવેશ થાય છે. તેમજ ટાસ્ક ફોર્સ જે નિર્ણય લે તેને લાગુ પણ કરવામાં આવે છે.
આ ટાસ્ક ફોર્સના અતિમહત્વપૂર્ણ સભ્યોમાં આ એક છે ડોક્ટર શશાંક જોષી. હાલમાં શાંત જોશીએ એવું નિવેદન આપ્યું છે કે મુંબઈ શહેરમાં કોરોના ના કેસ વધવા પાછળ લોકલ ટ્રેન પણ કારણભૂત છે.કોરોના મુંબઈ શહેરમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. આથી લોકલ ટ્રેન એ મુંબઈ શહેર માટે હાલ ખતરા રુપ બની ગઈ છે.
શું મુંબઈમાં સ્કુલ અને કોલેજો શરૂ થશે? મહાનગરપાલિકાના આયુક્ત એ આપ્યો આ જવાબ.
ડોક્ટર શશાંક જોશીના આ નિવેદન પછી એવું માનવામાં આવી રહ્યું છે કે હવે નજીકના કાળમાં મુંબઈની લોકલ ટ્રેનના દરવાજા સામાન્ય વ્યક્તિઓ માટે નહીં ખૂલે. આગામી ૧૫ દિવસ મુંબઈ અને મહારાષ્ટ્ર શહેર માટે મહત્વના છે. આવા સમયે રાજ્ય સરકાર કોઈ જોખમ નહીં લે. આથી એક વાત સ્પષ્ટ થાય છે કે લોકલ ટ્રેન એ સામાન્ય માણસ માટે સપનું બની રહેશે.
મુંબઈ ના ચેમ્બુર માં કડક થયું પ્રશાસન. આટલી ઇમારતો સીલ. હવે બોરીવલી પછી નો વારો.