શ્રીનગરમાં પોલીસ પર આડેધડ ફાયરિંગ કર્યા બાદ ભાગ્યા આતંકી, બે જવાન થયા શહીદ. જુઓ વિડીયો

by Dr. Mayur Parikh

શ્રીનગરના બારજુલા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાન શહીદ થયા છે. 

ઘટના બાદ આ વિસ્તારને સંપૂર્ણ ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.

આતંકી હુમલામાં ઘાયલ પોલીસ જવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ગલીમાંથી બહાર આવેલા આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો અને પછી એ જ ગલીમાંથી ફરાર થઈ ગયા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More