ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
વર્ષ 1931માં પાયરેનીસ પર્વતમાળાની એક ગુફામાંથી એક વિશાળ શંખ મળી આવ્યો હતો.
આર્કિયોલોજિસ્ટે આ શંખનું ઝીણવટભર્યો અભ્યાસ કર્યો તો માલૂમ પડ્યું કે એ સામાન્ય સમુદ્રી શંખ નથી.
તાજેતરમાં વૈજ્ઞાનિકોએ તેને વગાડ્યો છે. તેના અવાજને આધારે 18 હજાર વર્ષ જૂની પ્રાચીન સભ્યતા તથા સંગીત અંગે અંદાજ લગાવી શકાય છે.
આ શંખનો આકાર માનવીની ખોપરીથી પણ મોટો છે.
આ શંખનો ઉપયોગ 18 હજાર વર્ષ અગાઉ ખુશીઓ અથવા ધાર્મિક પ્રસંગો નિમિત્તે કરવામાં આવતો હશે.
90 વર્ષ અગાઉ વર્ષ 1931માં આ શંખ મળી આવ્યો હતો. ત્યારથી તેને લવિંગ કપ તરીકે જોવામાં આવતો હતો.
આર્કિયોલોજીસ્ટનું માનવું છે કે આ શંખ થોડા ભાગમાં તૂટી ગયો છે. કારણ કે તે કેટલાક વર્ષોથી ગુફામાં પડી રહ્યો છે. પણ તેની નીચેનો ભાગ ખૂબ જ મજબૂત છે. જે હજુ પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
જ્યારે ફિલિપ્સ વોલ્ટરે આ શંખનું સિટી સ્કેન કર્યું તો તેની અંદર ઈન્સાની કલાકારી દેખાઈ છે.