241
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
હાલ ભાજપ માટે બંગાળ નું રણ સૌથી મોટો પ્રશ્ન છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને બંગાળી ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી વચ્ચે બંધબારણે બેઠક થઈ છે. આ બેઠકમાં શું ચર્ચા થઈ તે સંદર્ભે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. પરંતુ મિથુન ચક્રવર્તી નાગપુર ગયા તે સમયે તેમણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.
હવે જોવાનું એ રહે છે કે ડિસ્કો ડાન્સર આવનાર દિવસોમાં કેવા પ્રકારની ભૂમિકા ભજવે છે.
You Might Be Interested In
