ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
બોલિવૂડના ફિટ, હિટ અને ડેશિંગ અભિનેતા વરૂણ ધવન એ બોલિવૂડ એક્ટર્સમાં શામેલ છે જે ફક્ત તેમની સારી એક્ટિંગ માટે જ જાણીતા નથી પરંતુ તેઓ તેમની ફિટનેસની સાથે સાથે સારા ડાન્સર તરીકે પણ જાણીતા છે.
તાજેતરમાં વરૂણે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે સાત ફેરા લીધા છે. લગ્ન પછી વરૂણ અને નતાશા બહાર ગયા નથી આ કપલ હાલ મુંબઈમાં જ છે.

આ દરમિયાન વરુણ તેની આગામી ફિલ્મ્સ અને અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યો છે અને જીમમાં ખૂબ પરસેવો રેળી રહ્યો છે. અભિનેતા વરુણે તેના ચાહકોને તેની એક ઝલક બતાવી છે, જે જોઈને કે દરેક તેના દિવાના થઈ રહ્યા છે.

વરુણ ધવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ પોઝમાં પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે શર્ટલેસ નજરે પડે છે.

ટાઇગર શ્રોફ સહિત ઘણા સેલેબ્સને પણ તેમનો અવતાર ગમ્યો છે. વરૂણ ધવનની ફિટનેસનું પરિણામ એ છે કે તે હાલમાં બોલિવૂડના સર્વશ્રેષ્ઠ ડાન્સરમાંના એક છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ કુલી નંબર 1 બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. ફિલ્મમાં તે સારા અલી ખાન સાથે રોમાંસ કરતો જોવા મળ્યો હતો. જ્યારે તેની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ડી સારી કામગીરી બજાવી હતી અને ફિલ્મ સુપરહિટ થઈ હતી.
