255
દેશભરના ટોલ પ્લાઝા પર, સોમવારે રાત્રે 12 વાગ્યાથી ઓટોમેટિક પેમેંટ સિસ્ટમ ફાસ્ટેગ ફરજિયાત થઇ જશે. કેન્દ્ર સરકારે રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
જેમણે હજી સુધી તેના વાહનો પર તેનો ઉપયોગ કર્યો નથી અથવા જેમના વાહનોમાં આ ટેગ છે પરંતુ કાર્યરત નથી, તેમને ભારે દંડ ભરવો પડી શકે છે.
પેનલ્ટી તરીકે, ગ્રાહકોએ તેમના વાહનની કેટેગરી પ્રમાણે ફીની બમણી રકમ ચૂકવવી પડી શકે છે.
NHAIએ અગાઉ 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેને દોઢ મહિના માટે વધારી દેવામાં આવ્યો હતો, અને 15 ફેબ્રુઆરીથી જ અનિવાર્ય રૂપથી ટોલની ચૂકવણી ફાસ્ટેગથી જ કરવાનો નિર્ણય કરાયો હતો.
You Might Be Interested In
