ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021
હાલમાં જ થાણે જિલ્લાની કોર્ટે એક સિત્તેર વર્ષના વ્યક્તિને વીજળી ચોરી મામલામાં બે વર્ષની આકરી જેલની સજા તેમજ 19 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.અત્યાર સુધીમાં વીજળી ચોરીના મામલે અપાયેલી સજાઓ માં આ સૌથી આકરી સજા છે.
વાત એમ છે કે ભિવંડીના પાવરલુમમાં એક વ્યક્તિ કામ કરી રહી હતી. વર્ષ 2008માં જ્યારે વીજળી વિભાગ દ્વારા આ જગ્યાની તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે વીજળી વિભાગને પૂછ્યા વગર એક વીજળીનો તાર અનઅધિકૃત રીતે ફેક્ટરીમાં મોજુદ છે. આ તારમાંથી કુલ ૯૫ હજાર યુનિટ વીજળી વાપરવામાં આવી હતી જેની બજાર કિંમત આશરે સાડા છ લાખ રૂપિયા છે. ત્યારબાદ વીજળી કંપનીએ કોર્ટમાં દાવો માંડ્યો હતો અને પોલીસ ફરિયાદ પણ કરી હતી. આશરે ૧૨ વર્ષ બાદ કોર્ટે આ મામલે પોતાનો જજમેન્ટ સંભળાવ્યું છે અને પાવરલુમમાં કામ કરી રહેલા જવાબદાર વ્યક્તિને આ માટે દોષિ ઠેરવીને તેને આકરી સજા આપી છે.
દંડથી વસૂલવામાં આવેલી કિંમત માંથી બાર લાખ રૂપિયા વીજળી કંપનીઓને આપવામાં આવશે જ્યારે અન્ય રૂપિયા કોર્ટમાં જમા થશે.
આમ વીજળી ચોરી મામલે કોર્ટે ગંભીર પગલાં લીધા છે.
