ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
09 ફ્રેબ્રુઆરી 2021
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે જેમાં વિનંતી કરી છે કે કોલેજના વિદ્યાર્થીઓને લોકલ ટ્રેન માં પ્રવેશ આપવામાં આવે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે સ્થાનિક પ્રશાસન દ્વારા કોલેજના કેમ્પસ ખુલી ગયા બાદ પહેલા કોલેજના વિદ્યાર્થીઓને ટ્રેન માં પ્રવેશ આપે તેવી જોગવાઈ કરવામાં આવે.
મહારાષ્ટ્ર રાજ્યના ઉચ્ચ અને તંત્ર શિક્ષણ મંત્રી ઉદય સામંતએ જાહેરાત કરી છે કે ૧૫મી ફેબ્રુઆરીથી 50% ની હાજરી સાથે કોલેજ શરૂ કરવામાં આવે. જોકે કોલેજ શરૂ થઈ જાય અને ટ્રેન બંધ હોય તો મુંબઈ શહેરમાં તેનો કોઈ ઉપયોગ નથી.આથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ૧૫મી ફેબ્રુઆરીથી કોલેજના વિદ્યાર્થીઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની અનુમતિ આપવામાં આવે.
એવું લાગી રહ્યું છે કે કોલેજના વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.
ભાવુક થઈને આંખ માંથી આંસુ સરી પડ્યા વડાપ્રધાનના.. જાણો રાજ્યસભા માં શું થયું.
દિશા પટની એ દરિયાકાંઠે આપ્યો ગ્લેમરસ લુક. જુઓ તેના અંદાજ….
