ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
08 ફ્રેબ્રુઆરી 2021
ઉત્તરાખંડમાં ચીમોલી પાસે ગ્લેશિયર તૂટી ગયા પછી જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેના ઉપર કાબૂ મેળવવામાં પ્રશાસન સફળ રહ્યું છે. જોકે અત્યાર સુધી સેંકડો લોકોના મૃતદેહો મળ્યા નથી. આ સંદર્ભે આજે શું છે પરિસ્થિતિ? અહીં તેની વિગત છે
બોલો શું કહેશો? લેન્ડિંગ ગિઅર માં ચોટી ને એક બાળક લંડનથી હોલેન્ડ પહોંચી ગયો. જાણો રસપ્રદ વિગતો.
૧. ઉત્તરાખંડમાં ગ્લેશિયર તુટ્યુ તેનો મૃત્યુઆંક (આ લેખ લખાયો ત્યાં સુધી)અત્યાર સુધી 18 પહોંચી ગયો છે, જ્યારે કે 170 લોકો લાપતા છે.
૨. આ પ્રાકૃતિક આપદા ને કારણે પાંચ પૂલો તૂટી પડયા છે અને અનેક ગામો સંપર્કથી દૂર થઈ ગયા છે.
૩. ઋષિ ગંગા નામના પ્રોજેક્ટ ના અવશેષો પણ બચ્યા નથી.
૪. એનટીપીસીના પાવર પ્રોજેક્ટ અને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. જે પ્રોજેક્ટ બરબાદ થઈ ગયો છે તે ntpc નો ડ્રીમ પ્રોજેક્ટ હતો.
૫. ઉત્તરાખંડમાં આવેલી આ બધાને કારણે ચારધામ યાત્રા પર રહેલા યાત્રાળુઓને કોઈ અસર પહોંચી નથી. અનેક લોકો માર્ગમાં અટવાયા છે પરંતુ તેઓ સુરક્ષિત છે.
૬. રેસ્ક્યુ ઓપરેશનમાં ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ એસડીઆરએફ અને એન ડી આર ડી ના જવાનો બચાવ કાર્ય કરી રહ્યા છે
૭. ઉત્તરાખંડ સરકારે મૃતકોના પરિવારોને ચાર લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે
૮. હાલ સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા નું ઓપરેશન ચાલુ છે
૯. નંદાદેવી ગ્લેશિયર નો એક ભાગ તૂટી પડવાને કારણે ઋષિ ગંગા ઘાટીમાં પાણીનું સ્તર વધી ગયું હતું જેને કારણે અલકનંદા નદી તોફાને ચઢી હતી.
૧૦. હાલ મોસમ સ્વચ્છ છે અને 300થી વધુ જવાનો ટનલમાં જઈને બચાવ કાર્ય કરી રહ્યા છે.
ઉત્તરાખંડમાં જળ પ્રલય બાદ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકાથી ધરા ધ્રુજી.