ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
01 ફ્રેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં જ્યારે લોકડાઉન લાગુ ન હતું ત્યારે ટ્રેનમાં દૈનિક 60 લાખ લોકો સફર કરતા હતા. એકાએક lockdown આવી જવાને કારણે અનેક લોકો ના ટ્રેન ના પાસ વપરાયા વગર જેમના તેમ પડી રહ્યા. આ ઉપરાંત જે લોકો હવે દૈનિક પ્રવાસ કરવા માંગે છે તેમના પાસનું શું થશે તે પ્રશ્ન ગૂંચવાઈ રહ્યો હતો.
આ પરિસ્થિતિમાં રેલવે પ્રશાસને રેલવેના પાસ સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેલવેને કર્યો છે કે જે વ્યક્તિનો પાસ 23 માર્ચ પછી ચાલુ રહે છે. તેટલા બચેલા દિવસ પાસની એક્સપાયરી ડેટ થી એક્સટેન્ડ થઇ જશે. આનો અર્થ એવો થાય છે કે ગત 10 મહિના ના પાસ નું આપોઆપ એક્સટેન્શન મળી ગયું. તે માટે કોઈ અલગથી અરજી કરવાની જરૂર નથી.
આ ઉપરાંત જે વ્યક્તિઓને નવા પાસ કાઢવા છે તેમની માટે હવે ટિકિટ વિન્ડો પહેલાની માફક ખુલ્લી છે.
એટલે કે રેલવે પ્રશાસને પાસ સંદર્ભે લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.