ખરેખર શરમજનક : શિવસૈનિકો નું પરાક્રમ?  મહારાષ્ટ્રમાં સાઈડ મેળવવા માટે બંદૂક બારીની બહાર કાઢી. ગાડી પર શિવસેનાના પદાધિકારીઓ નું સ્ટીકર. જુઓ વિડિયો જાણો વિગત..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

30 જાન્યુઆરી 2021

સોશિયલ મીડિયા પર એક વિડિયો પુર ઝડપે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઈન્ડિગો ગાડી જેનો નંબર છે MH 07 AN 7045. તે સાઈડ મેળવવા માટે બારી માંથી બંદૂક કાઢીને લોકોને ડરાવી રહ્યાં છે.

આ ગાડી ની પાછળ શિવસેનાનું સ્ટીકર લાગેલું છે. જેને કારણે શિવસેના ની છબી ખરડાઇ રહી છે.

बहुतेक गाडीला साईड मिळावी, यासाठी विनंती करत असावेत !

माझा पक्ष, माझी जबाबदारी @OfficeofUT pic.twitter.com/DJzI6owSzJ

— Sayli Nalawade (@Sahyadri_Kanya) January 29, 2021 

જોકે આ વિડીયો ક્યાંનો છે તે સંદર્ભે ટ્વીટર પર ખુદ મુંબઈ પોલીસ અજાણ છે. અને તે પોતે પૂછી રહી છે કે આ વિડીયો ક્યાંનો છે?

મુંબઈ પોલીસના આ જવાબ પર લોકોએ મુંબઈ પોલીસને ખરી ખોટી સંભળાવી છે. લોકોને પ્રશ્ન બિલકુલ યોગ્ય ન લાગ્યો અને લોકોએ પોતે જ ગાડી ક્યાં રજીસ્ટર થયેલી છે તેમ જ ગાડી કોના નામે છે તે ઓનલાઇન માહિતી શોધીને પોલીસને પૂરી પાડી.

આ ચોંકાવનારો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. 

પોલીસ વધુ તપાસ માં જોડાઈ ગઈ છે.

 

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More