‘ભાભીજી ઘર પે હૈ’ની નવી અનિતા ભાભીની એન્ટ્રીએ ઉડાવ્યા બધાના હોંશ, શાહરૂખ ખાનના આ ગીત પર બતાવ્યો સ્વેગ. 

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

નવી દિલ્હી

28 જાન્યુઆરી 2021

એન્ડ ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘ભાભીજી ઘર પર હૈં’ આજકાલ નવી ગોરી મેમ એટલે કે અનિતા ભાભીને લઈને ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં જ શૉમાં નેહા પેંડસેએ નવી અનિતા ભાભી તરીકે સીરિયલમાં એન્ટ્રી મારી છે. તાજેતરમાં જ શૉનો નવો પ્રોમો વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં નેહા પેંડસે બોલીવુડના કિંગ ખાન શાહરૂખના ગીત ‘તુમ્સે મિલકે દિલ કા હૈ યે હાલ’ પર શેરીમાં એન્ટ્રી કરી રહી છે અને શોના અન્ય સભ્યો તેની પ્રશંસા કરી રહ્યા છે. શોનો પ્રોમો વીડિયો રિલીઝ થતાની સાથે સોશિયલ મીડિયા પર  વાયરલ થઈ રહ્યો છે. વિડિઓની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં તેને 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં નેહા પેંડસે રેડ કલરની સાડીમાં નજર આવી રહી છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

નોંધનીય છે કે નેહા પેંડસે પહેલા સૌમ્યા ટંડન અનિતા ભાભીની ભૂમિકામાં જોવા મળતી હતી. હાલમાં જ પોતાના અંગત કારણોના લીધે તેણે આ શો છોડી દીધો હતો. ત્યાર બાદ નેહાને 'અનિતા ભાભી' તરીકે પસંદ કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે નેહાને લોકો અનિતા ભાભીના રૂપમાં કેટલું પસંદ કરે છે.

આપને  જણાવી દઇએ કે નેહા પેન્ડસે મરાઠી ફિલ્મોની સફળ અભિનેત્રીઓમાંની એક છે. જેણે મરાઠી ઉપરાંત અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સારું નામ કમાવ્યું છે. નેહા પેન્ડસે છેલ્લે બિગ બોસમાં નજર આવી હતી. તેણે ‘દાગ: ધ ફાયર’, ‘દીવાના’, ‘તુમ સે અચ્છા કોઈ નહીં’ અને ‘દેવદાસ’ તેમજ ટીવી શો ‘કેપ્ટન હાઉસ’ અને ‘પડોસન’ માં પણ કામ કરી ચુકી છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment